ભવનાથ ખાતે આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિર ખાતે આવતીકાલથી પંચામૃત ધર્મોત્સવ

જૂનાગઢનાં ગિરનારની તળેટીમાં આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિર ખાતે આવતીકાલ તા.૧ર થી ર૦ દરમ્યાન પંચામૃત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મહંત અર્જુનદાસ ખાખી (મહારાજનાં સાનિધ્યમાં આવતીકાલથી રામચરિત માનસ કથા દરરોજ સવારે ૯.૩૦ થી ૧.૩૦ દરમ્યાન યોજાશે તેમજ તા.૧૬નાં રોજ સવારે ૯ કલાકે પંચકુડી રામમહાયજ્ઞ તેમજ તા.ર૦નાં રોજ સવારે ૮ કલાકે ગુરૂદેવોની મુર્તિ પ્રતિષ્ઠા અને અખંડ રામનામ સર્કિતન તેમજ સંતો-મહંતોનો ભંડારો અને ભવનાથ ગામ ધુમાડાબંધ ભોજન સમારંભ યોજવામાં આવશે.

Leave A Reply