જૂનાગઢમાં કોંગ્રેસનાં સ્થાપના દિન નિમિતે કાર્યકતાઓએ લીધા સેવાનાં શપથ

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી.સીડાની એક યાદીમાં જણાવ્યા અનુસાર ગઈકાલે કોગ્રેંસ પક્ષનાં ૧૩૩માં સ્થાપનાદિન નિમિતે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ હર્ષદભાઈ રીબડીયા દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો અને હું અન્યાયની સામે લડત કરીશ અને લોકોનાં પ્રશ્નો તેમજ ભારત દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને બંધારણનાં ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનાં મુલ્યો અને સર્વધર્મ સમભાવ વિચારધારા રાખીને જૂનાગઢ જીલ્લાની તમામ જનતાનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપી અહિંસાનાં માર્ગે જૂનાગઢથી દિલ્લી સુધી રજુઆત કરવાની ફરજ પડશે તો રજુઆત કરીને પીડીત તેમજ અન્ય અરજદારોને ન્યાય અપાવવા સતત પ્રયત્નશીલ રહીશ તેવા સંકલ્પ સાથે શપથ લેવડાવવામાં આવેલ.

Leave A Reply