સુપ્રસિધ્ધ શ્રી વાઘેશ્વરી માતાજીનાં મંદિરે બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાશે

જૂનાગઢનાં અતિપ્રાચીન શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરનાં સાનિધ્યમાં તા.ર૬-૧-ર૦૧૮નાં માતાજીનાં મહા માસની નવરાત્રીનાં નોમનાં દિવસે સાંજે પ થી ૯ સુધી બેઠા ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં આપણા માઈ ભકત કવિકલાપી, બાળ સુમંત, કવિશ્રી મનુમહારાજનાં કલાસિકલ રાગો જેવા કે રાગબહાર, શિવરંજની, પીલુ, પહાડી, કેદાર સાથેનાં માતાજીનાં ગરબાનું સુંદર ગાયન જૂનાગઢનાં લોકપ્રિય કલાકાર રાજુભાઈ ભટ્ટ તથા નીરૂબેન દવે અને સાથી કલાકારો રજુ કરશે જેથી જૂનાગઢની ધર્મપ્રેમી જનતા તથા માઈભકતોને ગરબાના કાર્યક્રમનો લાભલેવા શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરનાં ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા, રમીલાબેન વેડીયા તથા વિજયભાઈ કિકાણી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Leave A Reply