જય દશનામ ગોસ્વામી સમાજ વેરાવળ દ્વારા શિવ શોભાયાત્રા તથા મહાશિવરાત્રી મહોત્સવની થયેલ ઉજવણી

શ્રી દશનામ ગોસ્વામી સમાજ વેરાવળ દ્વારા શિવ શોભાયાત્રા તથા મહાશિવરાત્રી મહોત્સવ-ર૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. શિવરાત્રીનાં પાવન પર્વે તા.૧૩-ર-ર૦૧૮ને મંગળવાર બપોરે ૩ કલાકે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ રેયોન હાઉસીંગ સોસાયટીથી પ્રારંભ થયો હતો અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ભગવાન શિવજીની આ શોભાયાત્રાનો પ્રારંભ કાશી વિશ્વનાથ મંદિરનાં વિજયગીરી, અશોકગીરી અપારનાથી તથા અમરનાથ મંદિરનાં ભીખનગીરી ઝાલમગીરી અપારનાથીનાં વરદ હસ્તે તેનું પ્રસ્થાન થયું હતું. પોસ્ટ ઓફિસ રોડ, ટાવર ચોક, એસ.ટી.રોડ, એસી ફુટ રોડ વગેરે વિસ્તારમાં ફરી અને ચંદ્રમૌલેશ્વર મંદિરે પૂર્ણ થઈ હતી અને સાંજે ૬ કલાકે મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગ્ટય કરવામાં આવેલ હતું. આ તકે દાતાશ્રીઓ તથા મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું.

Leave A Reply