Thursday, August 22

જૂનાગઢ તાલુકાના ડેરવાણ ચોકડી પાસી અકસ્માત – પુર્વ મેયર જીતુભાઈ હિરપરાનું અવસાન

આજે વહેલી સવારે જૂનાગઢના પુર્વ મેયર અને ભાજપ અગ્રણી જીતુભાઈ હીરપરા તેમના ફાર્મ હાઉસ ખાતે જઈ રહયા હતા તે દરમ્યાન ડેરવાણ ચોકડી પાસે તેમની કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા આ અકસ્માતમાં જીતુભાઈ હીરપરાનું મૃત્યુ થયુ છે જયારે તેમના પત્ની ભાવનાબેન ગંભીર ઈજાઓ થતા તેમને પ્રથમ જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ સ્ટર્લીંગ હોÂસ્પટલ ખાતે લઈ જવામાં આવી રહયા છે. જીતુભાઈ હીરપરાના અકસ્માત માં થયેલા દુઃખદ અવસાનને પગલે ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મુખ્યમંત્રી તેમજ પ્રદેશ કક્ષાના ભાજપના પદાધિકારીઓ તેમના પરિવારને દિલસોજી પાઠવી રહયા છે.

Leave A Reply