જૂનાગઢ મનપાના ૧ર કર્મીઓને અપાયેલ પ્રમોશનના ઓર્ડર કેન્સલ

જૂનાગઢ મનપામાં તાજેતરમાં કેટલાક કર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ પ્રમોશનના મામલે મનપાના કર્મીઓમાં જ ભારે ઉહાપોહ થયો હતો. આ પ્રમોશનમાં સીનીયર લોકોની બાદબાકી કરી દેવાઈ હતી અને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીના વ્હાલા-લાગવગીયા કર્મીઓ લાભ મેળવી ગયા હોવાની ચર્ચાએ જાર પકડયું હતુ તો બીજી તરફ કોઈ મોટી આર્થિક લેવડ-દેવડ કરીને પ્રમોશન આપવામાં આવ્યા હોવાની મનપાના કર્મીઓમાં રોષભેર ચર્ચા થઈ રહી હતી.
આ મામલે ઉહાપોહ થયા બાદ મનપાના જનરલ બોર્ડમાં ચર્ચા કરવા એક વિપક્ષી-કોંગ્રેસી કોર્પોરેટરે દરખાસ્ત પણ કરી હતી. જા કે બાદમાં કોઈ કારણોસર આ દરખાસ્ત પરત ખેંચી લેવામાં આવી હતી. જા કે તેમ છતાં કોંગ્રેસી કોર્પોરેટર હુસેન હાલાએ જનરલ બોર્ડમાં આ મુદ્દે ચર્ચા કરી સૌને ન્યાય આપવા અને જે ખરેખર પ્રમોશનને પાત્ર છે તે રહી ન જાય. તેમને અન્યાય ન થાય તે માટે પ્રમોશનની બાબતમાં યોગ્ય કરવા રજુઆત કરી હતી. આમ પ્રમોશનના મામલે વિરોધનો વંટોળ ઉભી થતા મનપાને આમાં કંઈક કાચુ કપાયાનો અંદેશો આવી જતા ૧ર કર્મીઓને અપાયેલ પ્રમોશનના ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યા છે. સાથોસાથ ર૯ ડ્રાઈવરોના પ્રમોશન પણ હાલ પુરતા અટકાવાયા છે. મનપાના જ આધારભુત સુત્રોમાંથી મળતી વિગત મુજબ હવે આના માટે એક કમીટીની રચના કરવામાં આવશે. ડીએમસી એમ.કે.નંદાણીયાના અધ્યક્ષસ્થાને રચાયેલી કમીટીને ડીપાર્ટમેન્ટલ પ્રમોશન કમીટી એવું નામ આપવામાં આવ્યું છે. આ કમીટી પ્રમોશનને લગતા તમામ કેસોની ચકાસણી કરશે. સૌ પ્રથમ તો પ્રમોશન માટે નિયમો જ અÂસ્તત્વમાં નથી માટે તેના નિયમો બનાવશે. પછી સીનીયોરીટી લીસ્ટ બનાવવામાં આવશે. અને તે લીસ્ટ મુજબ પ્રોમશન આપવામાં આવશે. આમ, ૧ર કર્મીઓના પ્રમોશનના ઓર્ડર કેન્સલ કરી નવેસરથી નિયમ મુજબની પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જયારે ર૯ ડ્રાઈવરોને અપાયેલા પ્રમોશનના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ડ્રાઈવરોના પ્રમોશનમાં ઓર્ડર થયાની જે તે તારીખથી અમલવારી ગણવાની હતી તેમાં પણ ફેરફાર કરી હવે તેને સ્ટેન્ડીંગ કમીટીમાં મુકવામાં આવશે અને સ્ટેન્ડીંગ કમીટીની વહીવટી મંજુરી મળે ત્યારથી તેમની અમલવારી ગણવાની રહેશે.

Leave A Reply