Thursday, April 9

ઉના- ખાનગી હોસ્પીટલમાં ૩ દિવસના પુત્રને મુકી મહિલા પલાયન

ઉનાની ખાનગી હોÂસ્પટલમાં ૩ દિવસના પુત્રને રૂમમાં મુકી એક મહિલા પલાયન થઈ જતા હોÂસ્પટલના તબીબે પોલીસને જાણ કરતા મહિલાની સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરાઈ છે. ઉનામાં આશિર્વાદ હોÂસ્પટલના રૂમ નં.ર૦૩માંથી ત્રણ દિવસનું એક બાળક મળી આવ્યું હતું. આ બાળક પુષ્પાબેન હિંમતભાઈ વાઘેલાનું હોવાનું સિવિલ હોÂસ્પટલમાં કેશ રીપોર્ટમાં નોંધાવાયું છે. જા કે આ મહીલાનું નામ ડમી હોવાનું પોલીસ સુત્રોનું માનવું છે. આ મહીલાની રસ્તામાં જ પ્રસુતી થઈ હતી અને ગત ૩૧ માર્ચે ઉનાની સરકારી હોÂસ્પટલમાં તેમને સારવાર આપવામાં આવી હતી ત્યારે આ મહીલાએ બાળકને મુકી જવાનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ રહયો હતો ત્યાર બાદ ફરી આ મહીલા સિવિલ હોÂસ્પટલે પહોંચી હતી પરંતુ ગઈકાલે પણ ત્રણ દિવસનાં બાળકને મુકી જઈ પલાયન થવાનો પ્રયાસ નિષ્ફળ જતાં અંતે ઉનાની ખાનગી આશિર્વાદ હોÂસ્પટલમાં પહોંચી હતી અને પાણી પીવાની જગ્યાએ પાણી પી લઈ રૂમ નં.ર૦૩માં પહોંચી હતી જયાં આ બાળકને સુવડાવી પલાન થઈ ગઈ હતી. આ વાતની જાણ હોÂસ્પટલના ડો.લુલાણીયાને થતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મહિલાની સીસીટીવી ફુટના આધારે શોધખોળ શરૂ કરી છે.

Leave A Reply