Friday, September 20

ગિરનાર પર્વત ઉપરનાં અંબાજી મંદિર ખાતે ધર્મશાળા અને કેન્ટીન બનશે

ગિરનાર રોપ-વે યોજના સત્વરે પૂર્ણ થઈ જશે તેવી હૈયા ધારણા વન, પર્યાવરણ અને પ્રવાસન કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ આપી છે. જૂનાગઢનાં ભાજપ મહામંત્રી, ચંદ્રેશ હેરમા, કોર્પોરેટર શૈલેષ દવે, નરેશ સાસીયા, મોહન પરમાર, રાકેશ ધુલેશીયા, વિજય ઓડેદરા વગેરે ગાંધીનગર ખાતે ગયા હતા અને ગિરનાર રોપ-વે વહેલી તકે પૂર્ણ કરવા પ્રવાસન મંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ત્યારે ગણપત વસાવાએ ગિરનાર રોપ-વે યોજના સાકાર થવાની સાથે પર્વત ઉપરનાં અંબાજી મંદિરે ધર્મશાળા, પ્રવાસીઓ માટેની સુવિધા, હોલ અને પર્વત ઉપરનાં અલગ-અલગ સ્થાનો ઉપર ટોઈલેટ બ્લોક બનાવાશે તેવી ખાત્રી આપી હતી. તેમણે આ મામલે પ્રિન્સીપલ સેક્રેટરી હૈદરને
રોપ-વે કામ સમયસર પૂર્ણ કરવા અને અન્ય પ્રવાસનની સુવિધાને લગતા કામો કરવા સુચના આપી હતી.

Leave A Reply