Friday, September 20

જૂનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સ્વ.શ્રી મહાશ્વેતાબેન વૈદ્યની પુણ્યતિથી નિમિતે સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાનાં પૂર્વ પ્રમુખ અને અગ્રણી મહિલા સામાજીક કાર્યકર સ્વ.શ્રી કુમારી મહાશ્વેતાબેન વૈદ્યની પુણ્યતિથી નિમિતે જૂનાગઢનાં સામાજીક કાર્યકરોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આજે સવારે ૯ કલાકે હરીની વાડી શ્રી હાટકેશ હોÂસ્પટલ ખાતે યોજાયો હતો. સમારંભનાં અધ્યક્ષ સ્થાને જીલ્લા મહિલા મંડળનાં પ્રમુખ શ્રીમતી જહાન્વીબેન ઉપાધ્યાય રહ્યાં હતાં જયારે ધારાસભ્ય ભીખાભાઈ જાષી અને મહાનુભાવોનાં હસ્તે કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ હતું. મુખ્ય અતિથી તરીકે મહાનગરપાલિકાનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર રહ્યાં હતાં. જૂનાગઢ જીલ્લા મહિલા મંડળનાં ઉપપ્રમુખ નિર્મળાબેન ધકાણ, મંત્રી ચંદનબેન રાવલ, સાધનાબેન નિર્મળ, પુર્ણિમાબેન માંકડ વગેરેનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave A Reply