Wednesday, January 29

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે પરશુરામ જયંતિની થશે ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બ્રહ્મ સમાજનાં આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનાં પ્રાગટયદિનની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. આજે જૂનાગઢમાં પણ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બપોરે ૪ વાગ્યે જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રા યોજાશે. વિવિધ વિસ્તારોમાં પસાર થઈ આ શોભાયાત્રા ભૂતનાથ મંદિરે સંપન્ન થશે આ શોભાયાત્રામાં સૌપ્રથમ મહિલાઓ દ્વારા તલવારબાજી અને લાઠીદાવ રજુ થશે અને શોભાયાત્રા સંપન્ન થયા બાદ બ્રહ્મભોજન કરવામાં આવશે. આયોજકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave A Reply