જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ગણેશચર્તુથીની ભાવભેર ઉજવણી

વિધ્નહર્તા દેવ અને રિધ્ધી સિધ્ધીનાં દાતા એવા ગૌરીપુત્ર ગણેશ ભગવાનની આજે ચર્તુથી હોય તે નિમિતે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ જ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિધ્નહર્તા દેવની ઉપમા જેને આપવામાં આવી છે તેવા ભગવાન ગણેશજીની આ ચર્તુથીનું આજે ખુબ જ મહત્વ છે આજે લોકો પોતાનાં ઘરે ગણપતિ દાદાનું પુજન તેમજ ચુરમાનાં લાડુ ધરાવી અને ભાવભેર વંદના કરશે. જૂનાગઢ શહેરમાં તેમજ અન્ય શહેરોમાં આવેલાં ગણપતિજીનાં મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો છે. ઈગલ ખાતે આવેલાં ભગવાન ગણેશજીનાં મંદિરે આજે સવારથી જ પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે અને ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયાં છે.

Leave A Reply