Tuesday, March 26

ભેંસાણમાં લોક ભાગીદારીથી પાંચ તળાવો ઉંડા કરવામાં આવશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જળ એ જ જીવનને આર્થિક કરતા રાજય સરકારના અભિયાન સુજલામ અને સુફલામને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વતનના તાલુકા ભેંસાણમાં લોક પ્રતિસાદ મળી રહયો છે. ભેંસાણ ગ્રામ પંચાયતે આગામી તા.૧ મેથી ગામના પાંચ તળાવોને લોક ભાગીદારીથી ઉંડા ઉતારી વરસાદી પાણીનો સંગ્રહ કરવા પરિણામલક્ષી આયોજન કર્યું છે. પાણી બચાવવા માટેના રાજય સરકારના અભિયાનને લોકોએ વધાવી લીધું છે. ભેંસાણના ત્રણ પરીવારજનોએ તેમના વૃધ્ધ માજીનું અવસાન થતા દિવંગતના કાયમી સંભારણા રૂપે લૌકીક ક્રીયાઓ પાછળ ખર્ચ ટુંકાવી સમાજને સારી પ્રેરણા આપતો સંકલ્પ કરી ગામના તળાવોને ઉંડા ઉતારવાના કાર્યમાં આર્થિક સહયોગ આપવાનો સંકલ્પ કર્યો છે.
ભેંસાણના સરપંચ ભુપતભાઇ ભાયાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા લોક સહયોગ અને સંસ્થાઓની ભાગીદારીથી જળ સંશય અભિયાન શરૂ થવા જઇ રહયું છે તેમાં ભેંસાણ તાલુકામાં સારામાં સારી કામગીરી થાય તે માટે લોક જાગૃત્તિ હાથ ધરવામાં આવી છે. ભેંસાણનો ભૌગોલિક વિસ્તાર ઉંધી રકાબી આકારનો હોય વરસાદનું પાણી ભેંસાણમાંથી બહાર નિકળી જાય છે એટલે ભેંસાણમાં પાણીની સમસ્યા ખાસ કરીને ઉનાળામાં વધારે રહેતી હોય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વરસાદી પાણીનો સંગ્રહ એક માત્ર ઉપાય હોય રાજય સરકારનું આ અભિયાન ભેંસાણ માટે આર્શીવાદ સમાન બની રહેશે. બીજી તરફ ભેંસાણ તાલુકો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વતનનો તાલુકો હોય મુખ્યમંત્રીશ્રીએ તેમના વતનના ગામ ચણાકામાં પણ તાજેતરમાં જળ અભિયાનમાં સૌને જોડાવા અપીલ કરી હતી. આ અપીલને પણ ભેંસાણના ગ્રામજનોએ વધાવી લઇ પોત પોતાની રીતે સ્વયંભુ જળ અભીયાનમાં સહયોગ આપી રહયા છે.
ભેંસાણના સરપંચ ભુપતભાઇ ભાયાણી અને ગામના આગેવાન સતિષભાઇ કાછડીયા દ્વારા સમસ્ત ગ્રામજનોને આ કાર્ય માટે પ્રેરીત કરવામાં આવ્યા છે. જેના પગલે ગામમાં વયોવૃધ્ધ વડીલના નિધન પાછળ પરીવારજનો જળમાં પ્રભુનો વાસ એવી શ્રધ્ધાથી તળાવો ઉંડા ઉતારવાના સદકાર્યમાં આર્થિક સહયોગ આપી રહયા છે. ભેંસાણમાં ૮૭ વર્ષના તોરીબેન કાળાભાઇ છેલડીયાનું નિધન થતા તેમના પુત્ર ધીરૂભાઇ છેલડીયાએ કહયું કે ગામમાં નારાયણ ઘાટ બનાવી પાણી સંગ્રહ માટેનું લોક કાર્ય થઇ રહયું છે એટલે મારા માતાની કાયમી સમૃતિ જળવાય રહે તે માટે હું આર્થીક યોગદાન આપીશ. કિશોરભાઇ લીલાધરભાઇ સાવલીયાએ કહયું કે તેમના ૧૦૪ વર્ષના દાદીમાં ઉજીબેન રણછોડભાઇનું નિધન થતા જળ મંદિરના નવસાધ્યને કાર્યમાં સહયોગ પરીવારજનો આપશે. દિપકભાઇ સાવલીયાએ પણ તેમના દાદીમાંના અવસાન પાછળ ઉતરક્રિયા અને પાણીઢોળનો ખર્ચ ટુંકાવી તળાવના કાર્યમાં સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજ ભેંસાણ અને સુરતના ઉદ્યોગપતિઓ પાસેથી ફાળો લઇને જળ અભિયાનને સફળ બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભેંસાણમાં આવેલ નારાયણ સરોવર, ભુતનાથ મહાદેવ મંદિર નજીકનું તળાવ, શ્રી ગંગેશ્વર મહાદેવ તળાવ, કબીર આશ્રમ તળાવ અને લીંબડી ઘાટના તળાવોને ઉંડા ઉતારવામાં આવશે. આ અભિયાનથી ખેડૂતોને પણ ફળદ્રુપ માટીકાપ મળશે અને જળનો સંગ્રહ વધતા ભેંસાણના પાણીના તળ ઉંચા આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 22 = 27

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud