ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવાયેલી ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પરિક્ષાનું આજરોજ પપ.પપ ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ ખુશખુશાલ બની ગયા છે. આજે નિર્ધારીત સમયે પરિણામ જાહેર થયું હતું ગુજરાતનાં મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીશ્રીએ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.