Saturday, September 21

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે ગુરૂપુર્ણિમાની થશે ઉજવણી

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે તા.ર૭-૭-ર૦૧૮ અષાઢ સુદ પૂનમ શુક્રવારનાં રોજ ગુરૂપૂર્ણીમાં ઉત્સવની ભકિતભાવ પૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. અનેક આશ્રમો અને ધાર્મીક સ્થળોએ અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે જ ઠેર ઠેર સમુહ પ્રસાદ ભોજનના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવેલ છે. શિષ્ય સમુદાય દ્વારા ગુરૂની વંદના આ અવસરે સવારથી જ પૂજન-અર્ચન સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply