આજે લોહાણા રઘુવંશી પરિવારની નાગપંચમીની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આજે લોહાણા રઘુવંશી પરિવારની નાગપંચમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અષાઢ વદ પાંચમનાં આજનાં દિવસને લોહાણાની નાગપાંચમનાં પર્વ તરીકે ઓળખાય છે. આજે નાગદેવતાનાં મંદિરે સવારથી જ પુજન, અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં પણ લોહાણા રઘુવંશી પરિવારનાં લોકો દ્વારા નાગદેવતાનાં મંદિરે પુજન કરવામાં આવ્યું હતું. નાગદેવતાને ચણા, મગ, બાજરો, શ્રી ફળ તેમજ નાગલા ચડાવી પુજન કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે.

Leave A Reply