જૂનાગઢમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાશે

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોÂસ્પટલ રાજકોટનાં સહયોગથી સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, જૂનાગઢ દ્વારા નિઃશુલ્ક મોતીયાના ઓપરેશન માટે નેત્રયજ્ઞ તા.પ-૮-ર૦૧૮નાં રવિવારનાં રોજ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન યોજવામાં આવનાર છે. જે દર્દીઓને ઓપરેશન કરવાનું થશે તેમને રાજકોટ લઈ જવામાં આવશે, જે દર્દીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર વિવેકાનંદ ગાર્ડન, તળાવ દરવાજા ફાટક પાસે, જૂનાગઢ ખાતે નામ નોંધાવવા જણાવેલ છે. તેમજ ઓપરેશન માટે રાજકોટ જતા દર્દીઓને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સ્થળ ઉપર રાખવામાં આવેલ છે.

Leave A Reply