સ્વપ્ન યુવા વિકાસ મંડળ જૂનાગઢ દ્વારા મિત્રતા દિવસની અનોખી ઉજવણી થશે

સ્વપ્ન યુવા વિકાસ મંડળ જૂનાગઢ દ્વારા આવતીકાલે અનોખી રીતે મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અપના ઘર વૃધ્ધાશ્રમ જૂનાગઢ ખાતે કરવામાં આવશે. જેમાં વડીલોને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધીને ઉજવણી થશે તેમને અલ્પાહાર કરાવવામાં આવશે અને તેમની સાથે ગીત, સંગીત, રમત-ગમત નૃત્ય જેવી પ્રવૃતિ કરીને સારો સમય પસાર કરવામાં આવશે આ કાર્યક્રમમાં જે કોઈએ જાડાવવું હોય તો આજે તા. ૪-૮-ર૦૧૮ રાત્રે ૯ વાગ્યા સુધીમાં ફોન કરીને નામ લખાવી દેવા વિનંતી કરવામાં આવી છે વધુ વિગત માટે હર્ષદ વાજા મો.૭૪૦પ૭ ૪૦૩૦૯નો સંપર્ક સાધવા જણાવેલ છે.

Leave A Reply