નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાશે

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનાં નહેરૂ યુવા કેન્દ્રની જૂનાગઢની કચેરી દ્વારા જૂનાગઢ જીલ્લાનાં આજુબાજુનાં તાલુકાઓ અને ગામડાઓમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. ૧ ઓગષ્ટથી ૧પ ઓગષ્ટ સુધીનાં ૧પ દિવસોને સ્વચ્છતા પખવાડા નામથી ઉજવવામાં આવશે. આ દિવસો દરમ્યાન પર્યાવરણ જાળવણીનાં કાર્યક્રમો, સ્વચ્છતાને લગતા કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા વિષે શપથ લેવાની, વૃક્ષારોપણ, પ્રભાત ફેરી, રેલી શેરી નાટકો, જાહેર સ્થળોની સફાઈ, મહાન લોકોના પુતળાઓની સાફ સફાઈ, સ્વચ્છતા વિષેનાં સેમીનારો અને આવા બીજા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન આ દિવસો દરમ્યાન કરવામાં આવશે. જેથી નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા બધા યુવાઓ અને સંસ્થાઓને આ કાર્યક્રમો જાડાવવા માટે અને સહયોગ આપવા માટે અનુરોધ કરાયો છે.

Leave A Reply