૭માં પગારપંચની ફાળવણી બાબતે મનપાનાં શાસકો દ્વારા બેઠક યોજાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા શાસકપક્ષનાં તમામ મુખ્ય પદાધિકારીઓની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયેલ છે કે જૂનાગઢ મહાનગર-પાલિકાનાં કાયમી કર્મચારીઓ દ્વારા ૭માં પગારપંચની માંગણી સાથે જે આંદોલન ચાલી રહ્યું છે તેનો સુખદ અંત આવે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તથા પદાધિકારીઓની હાજરીમાં સૌ (દરેક શાખાના) શાખાધિકારીઓ સાથે એક સંયુકત બેઠક હાથ ધરવામાં આવી હતી. જેમા શાખાધિકારીઓ દ્વારા ૭મો પગારપંચ કર્મચારીઓને મળે તે માટે શાખાધિકારીઓએ સંકલન કરી ખર્ચમાં ઘટાડો કરી આવકમાં વધારો થાય તેવા સુચનોનો પત્ર આપવામાં આવેલ જે પત્ર ઉપર વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવેલ હતી

Leave A Reply