જૂનાગઢમાં હોમગાર્ડ તરીકેની થયેલ ભરતી અંગે કાર્યવાહી કરવા ડીઆઈજીને રજુઆત

જૂનાગઢનાં ભાવેશભાઈ ત્રિવેદીએ ડીઆઈજીશ્રીને એક પત્ર પાઠવી અને હોમગાર્ડ તરીકેની ભરતી અંગેની કાર્યવાહી કરવાની માંગણી કરી છે આ પત્રમાં જણાવેલ છે કે ગત તા.૧૧-૯-ર૦૧૭નાં રોજ ડીવાયએસપી શ્રી પટેલ તથા આરએસઆઈશ્રી આંદ્રોજાની આગેવાની હેઠળ હોમગાર્ડમાં ભરતી અંગેની કાર્યવાહી કરવામાં આવેલી અને તેમાં ૧૮૦થી વધુ યુવાનોને ભરતી કરવામાં આવેલ આ યુવાનોને ગ્રાઉન્ડ પાસ કરેલ છે તેમ છતાં આજ દિવસ સુધી તેઓને હોમગાર્ડ તરીકે નિમણુંક આપવામાં આવેલ નથી. જેથી ગ્રાઉન્ડ પાસ થયેલા યુવાનો નોકરી મેળવવાની રાહમાં બેઠા છે.

Leave A Reply