Thursday, August 22

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કર્મચારીઓનાં આંદોલનનો આવ્યો સુખદ અંત

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા છેલ્લાં ૮-૮ દિવસથી ચાલતાં આંદોલનનો ગઈકાલે સુખદ અંત આવ્યો છે સાતમાં પગારપંચ તેમજ એરીયસ ચુકવવા સહિતની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ખાતરી મળતાં પદાધિકારીઓની ઉપÂસ્થતિમાં ઉપવાસીઓનાં પારણાં કરાવવામાં આવ્યા હતા અને વાજતે-ગાજતે કર્મચારીઓએ અબીલ-ગુલાલની છોળો ઉડાડી અને આનંદ વ્યકત કર્યો હતો. દરમ્યાન કર્મચારીઓનાં આંદોલન અને તેમનાં પ્રશ્નો અંગે સતત વાચા આપતા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક તેમજ સૌરાષ્ટ્ર ભૂમિ ન્યુઝ ચેનલનો આંદોલનકારીઓએ હદૃયપૂર્વક આભાર માન્યો હતો.

Leave A Reply