Saturday, December 14

જૂનાગઢમાં નરસિંહ વંદના નરસિંહ ચરિત આખ્યાનનું આયોજન

જૂનાગઢમાં નરસિંહ વંદના નરસિંહ ચરિત આખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે. ભકત કવિ નરસિંહ મહેતાં વિશ્વ વિદ્યાલય જૂનાગઢ સંચાલિત નરસિંહ મહેતાં †ોત સંશોધન કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે નરસિંહ મહેતાંની પુણ્યતિથી શ્રાવણ વદ-૮ વૈકુંઠ પ્રયાણ નિમિત્તે ગુજરાતનાં ખ્યાતનામ આખ્યાનકાર શ્રી ઉમાકાંત રાજયગુરૂ દ્વારા આખ્યાનની માણભટ્ટ શૈલીમાં પ્રસ્તૃતી કરવામાં આવશે. આ કાર્યક્રમ તા.૪-૯-ર૦૧૮ મંગળવારનાં સાંજના ૪.૩૦ કલાકે ઓડીટોરિયમ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે યોજવામાં આવશે. કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.ડો.જે.પી.મૈયાણી ઉપÂસ્થત રહેશે જયારે કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.ડો.એ.આર.પાઠક તેમજ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધીનાં હસ્તે કરવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે મહાનગરપાલિકાનાં મેયર આધ્યશકિતબેન મજમુદાર રહેશે જયારે અતિથી વિશેષ તરીકે રૂપાયતન સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી હેમંતભાઈ નાણાંવટી તેમજ મહેશ્વરભાઈ પંચોળી રહેશે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને ઉપÂસ્થત રહેવા ગુજરાત સાહિત્ય અકાદમીનાં ડો.અજયસિંહ ચૌહાણ તથા ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીનાં ઈન્ચાર્જ કુલ સચિવ ડો.એમ.એચ.સોનીએ ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

Leave A Reply