Saturday, December 14

મજેવડી-પત્રાપસર-આંબલીયા રોડને રિસરફેસિંગ કરવા ધારાસભ્ય ભીખાભાઈ જાષીએ કરી દરખાસ્ત

રાજય સરકાર હસ્તક ધારાસભ્ય દ્વારા દર વર્ષે પોતાનાં મત વિસ્તારમાં માર્ગ-મકાન હસ્તકનાં રોડને રિસરફેસિંગ કરવા માટે એસ.આર.યોજના અંતર્ગત રૂ.૧પ૦ લાખનાં કામો સુચવવાનાં થતાં હોય છે ત્યારે જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં આવેલ મજેવડી-પત્રાપસર-આંબલીયા રોડ ઉપર બાકી રહેલ જર્જરીત રોડને રિસરફેસીંગ કરવા તેમજ ખુટતાં નાલા-પુલ અને સી.સી.રોડ તેમજ ખુટતી કામગીરી માટે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી દ્વારા રૂ.૧પ૦ લાખની કામગીરી કરવા સચિવશ્રી માર્ગ-મકાન વિભાગ ગાંધીનગરને દરખાસ્ત કરવામાં આવી છે.

Leave A Reply