ગત રાત્રે જૂનાગઢ શહેરમાં સેઝ અને તાજીયા પડમાં આવ્યા – આજે રાત્રે ઝુલુસ નીકળશે

સત્ય અને ન્યાયને ખાતર પોતાનાં પ્રાણની આહુતિ આપીને શહિદ થઈ ગયેલા કરબલાનાં મહાન શહિદોની યાદમાં સમગ્ર વિશ્વમાં મહોર્રમ મનાવવામાં આવે છે. છેલ્લા ૧૪૦૦ વર્ષથી મુસ્લીમો દ્વારા મહોર્રમ મહીનામાં શહિદોની શહાદતને યાદ કરીને અશ્રુભિની શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. તે સંદર્ભમાં જૂનાગઢ શહેર જીલ્લામાં પણ મહોર્રમ મનાવવામાં આવી રહેલ છે. ગત સાંજે જૂનાગઢ શહેરનાં મહોર્રમની વિશેષતા ગણાતી સેઝ અને પ૦થી વધુ તાજીયા માતમમાં આવ્યા હતાં. અને પોતપોતાનાં વિસ્તારમાં ફર્યા હતાં. જયારે આજે દફનની રાત્રે જૂનાગઢ શહેરમાં સેઝ અને તાજીયાનું જુલુસ નીકળશે જે શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી વહેલી સવારે વંથલી દરવાજા Âસ્થત કરબલા ખાતે સંપન્ન થશે. ગત સાંજે સેઝ અને તાજીયા પડમાં આવ્યા ત્યારે સેઝનાં ઓટા પાસે હિન્દુ મુસ્લીમ કોમનાં અગ્રણીઓ ઉપÂસ્થત રહયા હતાં. જેમાં સેઝવાળા બાપુ પીરજાદા વસીમબાપુ કાદરી, મુખ્તારબાપુ, મકસુદબાપુ કાદરી, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી, હુસેનભાઈ હાલા, જેઠાભાઈ જારા, બટુકભાઈ મકવાણા, અદ્રેમાન પંજા, અસરફ થઈમ, ઈકબાલભાઈ મોટનવાલા, સોહીલ સિદીકી, એસ.આઈ. બુખારી, અબ્બાસભાઈ બ્લોચ, એમ.એસ. સૈયદ, સફીભાઈ સોરઠીયા, સાકીરભાઈ બેલીમ, જીશાનભાઈ હાલેપોત્રા, સલીમખાન ઓસમાણખાન વગેરે ઉપÂસ્થત રહયા હતાં.

Leave A Reply