જૂનાગઢમા ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ વ્યકિતઓનું કરાયું સન્માન

જૂનાગઢમાં સેવાકીય પ્રવૃતિ સાથે કાર્યરત ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા સંસ્થાનાં ચેરમેન અને જાણીતાં સર્જન સેવાભાવી ડો.ડી.પી.ચિખલીયાનાં માર્ગદર્શન હેઠળ ગઈકાલે એસલ પાર્ક ખાતે વિશિષ્ટ વ્યકિતનાં સન્માનનો આ સંસ્થા દ્વારા શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.વી.પટેલ, યોગ ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત કરનારા અનિતાબેન કટારીયા તેમજ વેપારી એસોસીએશનનાં પ્રમુખ અને કોર્પોરેટર સુરેશભાઈ પાનસુરીયા તેમજ શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન મેળવનાર જયશ્રીબેન રંગોલીયાનું સન્માન કરવામાં આવેલ હતું. રાજકીય પક્ષનાં આગેવાનો, સંતો અને મહાનુભાવો ઉપÂસ્થત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન ડો.મહેશ વારાએ કર્યું હતું. અમૃતભાઈ પોંકીયા, ઉમેદભાઈ ગામી અને કાર્યકતાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave A Reply