Wednesday, July 24

નવરાત્રીનાં પ્રારંભ સાથે જ શક્તીની આરાધના સાથે માતાજીનાં મંદિરોમાં ભાવિકોની ભીડ

આજથી નવલા માં ના નોરતાંનો પ્રારંભ થયો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં ભાવિકોની ભીડ જાવા મળે છે.
જૂનાગઢ શહેરમાં કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આઈ શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરે પણ સવારથી જ પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યાં છે. જયારે ઉપરકોટ ખાતે આવેલાં આઈશ્રી ખોડિયાર માતાજીનાં મંદિર તેમજ ખામધ્રોળ રોડ વિસ્તારમાં આવેલાં આઈશ્રી ખોડિયાર માતાજીનાં મંદિરે તેમજ દાણાપીઠ ગાયત્રી શકિતપીઠ વાઘેશ્વરી માતાજી, હિંગળાજ માતાજી મંદિરે પણ સવારથી જ પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ગરવા ગિરનાર ખાતે બિરાજમાન અને જૂનાગઢ અને સોરઠની જનતા ઉપર કૃપા-દ્રષ્ટિ રાખનારા જગતજનની માં અંબાજી માતાજીનાં મંદિરે પણ નવરાત્રી નિમિત્તે પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે પણ આસો માસની નવરાત્રી નિમિત્તે સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે તેમજ દર્શનાર્થીઓની પણ ભારે ભીડ ઉમટી પડશે. જૂનાગઢ શહેરમાં ગાયત્રી માતાજીનાં મંદિરે, ચામુંડા માતાજીનાં મંદિરે તેમજ મહાલક્ષ્મી માતાજી અને મહાકાળી માતાજી સહિતનાં વિવિધ મંદિરોમાં પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો આજથી યોજાઈ રહ્યાં છે અને આસો માસની નવરાત્રીનાં પ્રારંભ સાથે ભકિતભાવપૂર્વક માહોલ પ્રવર્તી રહ્યો છે. શકિતની આરાધના અને સાધના માટે આસો માસની નવરાત્રી ઉત્તમ ફળ આપે છે.

Leave A Reply