ગુજરાતને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસે કરી માંગ

ગુજરાતમાં આ વર્ષે પ્રથમ વરસાદ પડયાં બાદ ફરીવાર વરસાદ આવેલ નથી ત્યારે ખેડુતોએ પોતાનાં ખેતરોમાં પાક મોલ બચાવવા મુશ્કેલ જનક Âસ્થતી ઉભી થઈ છે જેઓને વાડીઓમાં પાણી છે તે લોકોનાં પાક બચી ગયેલ છે જયારે અન્ય ખેડુતોને વરસાદ ન થવાનાં કારણે પાક મોલનો નાશ થયો છે. રાજયનાં મોટાભાગનાં ડેમો, તળાવો, નદીઓ તળીયા ઝાટક થઈ ગયાં છે. ૮૦ ટકાથી વધારે ખેડુતોને ચોમાસું પાક મોલ નિષ્ફળ ગયેલ છે ત્યારે આ બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિશાન સેલનાં અધ્યક્ષ અને ધારસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ એક પત્ર પાઠવ્યો હોવાનું જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહમંત્રી વી.ટી.સીડાની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply