Wednesday, July 24

સિંહોનાં મૃત્યું અંગે તટસ્થ તપાસ થાય તો અનેક સત્યો બહાર આવે તેવી વકી

દલખાણીયા રેન્જમાં તાજેતરમાં જ એક પછી એક ક્રમબંધ ર૩ જેટલાં સિંહોનાં અકાળે મૃત્યું થયાનાં બનાવનાં પગલે વનવિભાગ ઉપરનીચે થયું છે તો બીજી તરફ સરકાર પણ વારંવાર ખુલાસાઓ કરી રહી છે ચેપી રોગ, ઝેરી વાઈરસ, ઈનફાઈટ, વૃધ્ધાવસ્થા જેવા કારણો આપી અને સિંહોનાં મૃત્યું ઉપર પડદો પાડી દેવામાં આવે છે પરંતુ જા ખરેખર સત્ય શોધક ટીમ દ્વારા સિંહનાં મૃત્યું અંગેની તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો બહાર આવશે જેમાં વનવિભાગનાં અધિકારીઓની સંડોવણી પણ ખુલ્લેઆમ બહાર આવશે આ બાબતે ગુજરાત સરકાર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

Leave A Reply