સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળાની તૈયારીઓ પૂર્ણ ઃ વિવિધ કાર્યક્રમોનું આયોજન

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાની ઉજવણી અંતર્ગત તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કાર્તીકી પૂર્ણીમાના મેળા દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
સોમનાથ પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાના મેળા દરમ્યાન દરરોજ રાત્રે ૯ કલાકે યોજાનાર કાર્યક્રમમાં તા.૧૯/૧૧/ર૦૧૮ મેઘાબેન ભોંસલે વડોદરા ગુજરાતી લોકગીતો, તા.ર૦/૧૧/ર૦૧૮ના રોજ નરસિંહ મહેતા જીવન કવન આધારીત નાટય નૃત્ય ઓડીયો વિઝયુલ સુરીલી સરગમ તેમજ સલિલ મહેતા નિર્મીત દિગ્દર્શીત કાજલ ઓઝા વૈદ્ય લિખીત આ નાટકમાં ૪પ કલાકારો ભાગ લેશે. તા.ર૧/૧૧/ર૦૧૮ના રોજ અલ્પાબેન પટેલ લોકગીત, ગઝલ, ભજન તથા હરિસિંહ સોલંકી હાસ્ય કલાકાર, તા.રર/૧૧/ર૦૧૮ના રોજ યોગેશપુરી ગોસ્વામી નારાયણ ઠાકર સુપ્રસિધ્ધ લોકગીત ભજનીક કલાકાર, તા.ર૩/૧૧/ર૦૧૮ માયાભાઈ આહિર, લોક સાહિત્યકાર તથા બિરજુ બારોટના લોકગાયક, સોમનાથ મહાદેવનો મેળો પ્રારંભમાં મંદિરની પાસે જ યોજાતો ત્યારબાદ દરીયાકાંઠે વાઘેશ્વરી માતાજી મંદિર પાસે યોજાતો અને ઉત્તરોતર મેળામાં ભીડનો વધારો થતો રહેતા ત્યારબાદ ત્રિવેણી સંગમ પાસે આવેલ ગોલોકધામ મેદાનમાં યોજાતો અને ત્યાં પણ ભીડ વધતા હવે બાયપાસ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના વિશાળ મેદાનમાં યોજવામાં આવે છે. મેળા અંગે રેલ્વે તરફથી વિશેષ ટ્રેન તેમજ વધારાના કોચ લગાડવા જાહેરાત થઈ ચુકી છે તો એસ.ટી. પણ વધારાની બસો દોડાવશે. મેળા દરમ્યાન તા.૧૯ થી રર નવેમ્બર સોમનાથ મંદિર રાત્રીના ૧૧ સુધી ખુલ્લુ રહેશે. તા.ર૩ નવેમ્બર કાર્તિક પૂર્ણીમાએ મંદિર રાત્રીના એક વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.

Leave A Reply