સુરક્ષા સેતુ તથા બાળ સુરક્ષા એકમ જૂનાગઢ દ્વારા સાંપ્રત સંસ્થા ખાતે બાળ દિવસની ઉજવણી કરાઈ

સાંપ્રત સંસ્થા ખાતે તા.૧૪ નવેમ્બર વિશ્વ બાળ દિવસ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ગઈકાલે તા.૧પ-૧૧-૧૮નાં રોજ સુરક્ષા સેતુ જૂનાગઢ તથા બાળ સુરક્ષા એકમ જૂનાગઢ દ્વારા બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ તથા બાળ સુરક્ષા એકમનાં અધિકારી રમેશભાઈ મહિડા, કિરણબેન રામાણી તથા સંસ્થાનાં પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ પ્રોજેકટની ટીમ ઉપÂસ્થત રહેલ હતી અને સંસ્થામાં નિવાસ કરતાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી બાળ દિવસ પખવાડીયાની ઉજવણી કરી હતી તેમજ આ કાર્યક્રમ અંતર્ગત બાળકોનાં રક્ષણ અને કેળવણી વિષે ચર્ચા કરવામાં આવી હતી.

Leave A Reply