જૂનાગઢમાં આગામી તા.૧૮થી દાતારબાપુનાં પરંપરાગત ઉર્ષનો પ્રારંભ

હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની ટેકરી ઉપર સિદ્ધ અને સમર્થ સંત તરીકે પૂ.દાતારબાપુ બિરાજે છે. જયાં પારંપરિક રીતે પ્રતિ વર્ષે ઉર્ષનો આગામી તા.૧૮ રવિવારથી પ્રારંભ થશે. તા.૧૮ને રાત્રે ચંદનવિધી,તા.૧૯ સોમવાર આરામનો દિવસે તા.૨૦ને મંગળવારે મહેંદી દિપમાળા અને તા.૨૧ બુધવારથી મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થશે જેમાં પ્રથમ દિવસે પૂ.દાતારબાપુના અમુલ્ય આભુષણોને વર્ષમાં એક વખત ગુફામાંથી બહાર કાઢી સંદલ વિધી કરવામાં આવે છે ત્યારે આભુષણોના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દાતારબાપુના મહાપર્વ ઉર્ષે ચંદન વિધીના પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ કાર્યક્રમો દાતારની જગ્યાના મહંત પૂ.શ્રી વિઠ્ઠલબાપુની નિશ્રામાં યોજાશે. આ પર્વ દરમ્યાન દાતાર પર્વની ટેકરીઓ દિપમાળાથી ઝગમગી ઉઠે છે. ચાર દિવસ ચાલનાર આ ધર્મોત્સવમાં નાત-જાત કે, ધર્મના ભેદભાવ વગર ચા-પાણી ભોજનની વ્યવસ્થા કરાય છે.

Leave A Reply