ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો સોમવારથી થશે પ્રારંભ

સોરઠ પ્રદેશ અને ગિરનાર પર્વત પપ૦૦ વર્ષ પછી પણ અડીખમ છે તેમ આપણા ગ્રંથો કહે છે. ઐતિહાસિક, પ્રાગેતિહાસિક અને ૧૮મી સદી ૧૯મી સદી અને આ ર૧મી સદીનાં કાળ દરમ્યાન મહાનગર જૂનાગઢની પુર્વ દિશાએ અનેક વા-વંટોળ છતાં ગિરનાર પર્વત અવિચળ ઉભો છે એવો જ સમાધિ વ્યવસ્થામાં દેખાતો ગરવો ગિરનાર પર્વત વૈદકાલિન અને વર્તમાન વાતો સંગ્રહી બેઠો છે તે ગિરનાર પર્વતની સમાધિ અવસ્થાનો માર્ગ, એટલે આજનો પરિક્રમા માર્ગમાં અને ગીરનાર પર્વત તથા પર્વત માળામાં ઈતિહાસ સંગ્રહી ખડો છે સાથો સાથ હિન્દુઓ, મુસ્લીમનો, બૌધ્ધો, જૈન સમાજ, રાજવીઓ, વડવાઓ, સંતો, મહંતો અને મહાત્માઓનાં જ્ઞાન, વિજ્ઞાન, ઈતિહાસ અને રહસ્યો દ્વારા માનવ સમાજને દિશા દૌર દ્વારા માનવ સમાજને દિશા દૌર આપીને સામાજીક અને રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી ગિરનાર પર્વતની લીલી પરિક્રમા આજના યુગનું એક સંભારણું સકારણ બની રહે છે. ધાર્મિક, આધ્યાત્મીક, સામાજીક, માનવીય લાગણીઓ અને ઉર્મિઓ સાકાર કરતી ગિરનાર પર્વત ફરતી પરિક્રમાનો કોઈ ચોક્કસ ઈતિહાસ નથી પણ પાંડવો કૌરવ અને ભગવાન કૃષ્ણ અને બળદેવનાં યુગમાં પાંચ સાત હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણની બહેન અને બહેનપણીઓ, માતાઓ, વડીલો, સુરક્ષા કર્મીઓએ ગિરનાર પર્વત ફરતે પરિક્રમા કરી હોવાનો ઈતિહાસ ગ્રંથો વર્ણવે છે. જયારે ૧૮મી સદીમાં જુનાગઢ તાલુકાનાં બગડુ ગામનાં અજા ભગતે પુરાણ કથાનું વાંચન અને અધ્યયન કરી સૌ પ્રથમ વખત લીલી પરિક્રમા શરૂ કર્યાનું કહેવાય છે. જયારે ૧૮૬૪માં જૂનાગઢનાં નવાબનાં દિવાન અનંતજી અમરચંદ વસાવડાની સુચના પ્રમાણે સંતો, મહંતો, ભકતજનોને પરિક્રમા કર્યાનું પણ ગ્રંથોમાં જાવા મળે છે. જયારે ઈતિહાસકારો અને અનુભવ સિધ્ધ માનવ સમુદાયનાં કહેવા પ્રમાણે અષાઢ માસમાં દેવપોઢી અગ્યારસનાં દેવો આરામ ફરમાવે છે અને ચાર્તૃમાસ ગાળે છે પછી કારતક માસ સુદ અગ્યારસને દેવ ઉઠી અગીયારસ કહેવામાં આવે છે ત્યારે તમામ દેવી શકિતઓ જાગે છે. ત્યારે ઘર આંગણે મંગલા ચરણ અને દૈવી શકિત ઓને પામવા માટે લોકોએ કઠણ કાળજુ રાખી કસ્ટમય માર્ગે જઈ દૈવી સ્મરણ સાથે પોતાનાં તન મનમાં ધાર્મિક આધ્યાત્મીક અને માનવ જીવનનાં નિતી નિયમોનું પાલન કરવા સાથે ઉજાગર કરવા ૧પ૦ વર્ષથી ગરવા ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કારકત સુદી ૧૧ થી પુનમ સુધી કરી પોતાની જાતને ધન્ય માને છે. આગામી તા.૧૯ નવેમ્બર એટલે કે કારતક સુદ ૧૧ સોમવારથી આ પરિક્રમા આરંભાશે અને પુનમ એટલે કે તા.ર૪ નવેમ્બર ર૦૧૮નાં પરિક્રમા પુર્ણ કરી સૌ કોઈ પુણ્યનું ભાથુ બાંધશે. મહાનગર જૂનાગઢની પુર્વ દિશાએ ધાર્મિક મહાત્મય ધરાવતા સિધ્ધનાથ મહાદેવ, પવિત્ર દામોદરકુંડ, ભવનાથ મહાદેવ મંદિર, તેની બગલમાં મૃગી કુંડ અને ધર્મ સ્થાનો ઉપરાંત વાદળથી વાતો કરતો અને ધાર્મિક મહત્વ ધરાવા અવિચળ ગરવો ગિરનાર ઉભો છે. ગિરનાર પર્વતનાં મંદિરો તળેટી વિસ્તારનાં મંદિરો ઉપરાંત કુદરતી નઝારો ખડખડ કરતી વહેતી નદી, ઝરણાં, સર્વત્ર લીલ હરિયાળી, લીલી ચાદર ધારણ કરેલ ગિરનાર પર્વતથી જૂનાગઢનું દેહલાલિત્ય અને મનોરમ્ય શણગાર સાથે પંખીનો કલરવ અને પશુઓનાં અવાજાથી પરિક્રમાર્થી ઓ નિખાલશ ઉમંગ અને ઉત્સાહ સાથે કુદરતી નઝારાની મોજ છવાઈ જાય છે. ગરવા ગિરનાર પર્વત અને ફરતી લગભગ ૩૬ કી.મી વિસ્તારનાં પરિક્રમાનાં માર્ગનો ઈતિહાસ મહાભારત કાળ સાથે સંકડાયેલો હોવાનું મનાય છે. એક માન્યતા પ્રમાણે ભગવાન ભોળાનાથ શિવજી મૃગીકુંડમાં પાણીનું આચમન લઈ પરિક્રમાનું મંગળા ચરણ કરાવ્યું હતું. બીજી માન્યતા પ્રમાણે મહાભારતનો મહામલ જરાસંધ મથુરા નરેશ કંસનાં વધથી ખિજાયો હતો અને કંસનો વધ ભગવાન કૃષ્ણે કર્યાનું ફલીત થતાં ક્રોધીત જરાસંધ કૃષ્ણને મારવા વધ કરવા દોડયો હતો અને કૃષ્ણને જાણકારી હતી કે જરાસંધ શિવ ભકત હતો અને અજય જેવો હતો તેથી જરાસંઘથી ભયભીત થઈ ભાગ્યા હતા જરાસંધ શ્રી કૃષ્ણનો પીછો કરતાં હતાં અને કૃષ્ણ ગીરનાર પર્વતની પર્વત માળાની ગુફામાં પ્રવેશી ગયા હતા. ગીરીમાળાની દાતારની ગુફામાં મુચકુંદ ઋષી મહાજ્ઞાન વિજ્ઞાની અને તપસ્વી હતા જે આરામમાં હતા ત્યારે ભગવાન કૃષ્ણે ઋષિને પોતાનું પિતામ્બર ઓઢાડી ગુફામાં સંતાઈ ગયા ત્યાં તો રાક્ષસ આવી ચઢયો અને પિતામ્બર ઓઢી સુતેલા મુચકુંદ ઋષિને કૃષ્ણ સમજી જારદાર પાટુ મારતા ઋષિ જાગ્યા અને તેમના નેત્રમાંથી અગ્ની વરસાતા રાક્ષસ બળીને ભડથુ થઈ મોત થયું ત્યારે કારતક સુદ અગિયારસ હતી. વિષ્ણુ ભગવાન પાતાળ નરેશ બલીરાજાનાં પહેરાદાર હતા ત્યારે મહાલક્ષ્મીએ બલીરાજાને પોતાનો ભાઈ માની વિષ્ણુને પહેરાદાર માંથી મુકિત આપવા માંગણી કરતા બલીરાજાએ બહેનનું મન રાખી વિષ્ણુને મુકત કર્યા હતા. બલીરાજાની ઉદારતા અને સૌજન્યતા સાથે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી પોતાનાં નિવાસ સ્થાન સ્વર્ગે સિધાવતા પહેલા કારતક સુદર અગ્યારસથી કારતક સુદ પુનમ પાંચ દિવસ ગિરનાર પર્વત ફરતે પરિક્રમા કરી હતી. ધાર્મિક માન્યતાઓ અને દંત કથાઓ વચ્ચે ૧૮મી સદીથી આજની ર૧મી સદીમાં પ્રતિવર્ષ કારતક સુદ અગ્યારસથી કારત સુદ પુનમ દરમ્યાન ગીરનાર પર્વતની લીલી પરિક્રમામાં યોજાતી રહી છે. સોમવાર કારતક સુદ અગિયારસ અને ૧૯ નવેમ્બર ર૦૧૮નાં રોજ પરંપરાગત ગરવા ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પરિક્રમા અંગેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગરવા ગિરનાર પર્વતની પરિક્રમા ધાર્મિક માન્યતા પ્રમાણે પ્રતિવર્ષ સ્વયંભુ યોજાતી રહે છે કાળ, દુકાળ, અછત, વાવાઝોડા સહીતની કુદરતી હોનારત કે માનવ સર્જીત હોનારતમાં સરકારી તંત્ર પરિક્રમા પ્રતિબંધ કરે તો પણ ગામ પરગામથી શ્રધ્ધાળુઓ ભાવપુર્ણ રીતે સ્વયંભુ અને જંગલની જયાં સરકારી પોતાની નાફરમાની હોવા છતાં લીલી પરિક્રમા કરે છે. ગિરનાર પર્વતની આ લીલી પરિક્રમામાં ધાર્મિક માન્યતા અડીખમ ધરાવતા વડવાવાળી કાળકા માતાનું સ્થાનક, જીણા બાવાની મઢી, માળવેલા, નળ દમયંતીનાં બેસણા, બોરદેવી માં ની જગ્યા અને આરંભ અને સમાપનનાં મુખ્ય્‌ સ્થાનક દુધેશ્વર મહાદેવ, ભવનાથ મહાદેવ મંદિર છે.
પ્રથમ પડાવ
ભવનાથ તળેટીમાંથી આરંભનારી લીલી પરિક્રમા કારતક સુદ અગ્યારસનાં પ્રથમ વડલાવાળી કાળકા માતાજીનાં સ્થાનક અને નજીકમાં રાજસ્થાની જટાધારી સંત પુરૂષ સિધ્ધ પુરૂષ જીણા બાવા મઢી વિસ્તાર આવે છે ત્યાં જીણો જલંધર જાગી બેઠો જંગલ બીચ જાગી છે જીણાને બતાવ નામની રીત જીણો કહે જાગીને રાખો, ચલમ બીચ, ચલમ અંદરથી નિકળુ તો જાણો નામની રીત. ભકિત અને શકિતની આરાધના તપ કરતાં જીણો ધુણી ધખાવી તપ કરતો હતો ત્યારે નવાબનાં સૈનિકોએ કનડગત કરતા અને કનડગતથી પરેશાન થતાં સિધ્ધ પુરૂષ જીણાએ હસ્તકગત કરેલી આત્મ શકિતે ડુંગરોનાં પથ્થરોને આદેશ કર્યો અને પથ્થરનો સતત વરસાદ થતાં સૈનિકો ભાગ્યા અને નવાબ દરબારમાં આ પથ્થર વરસાદનાં કૌતુક ચમત્કારની કહાની કહી હતી. સૈનિકનાં મુખે જીણાબાવાની શકિત દર્શન સાંભળી નવાબ જાતે જીણા બાવા મઢીએ આવી માફી માંગી અને રહેવા આગતા સ્વાગતા માટે જીણાબાવાને મઢી ધુણા વિસ્તારમાં જમીન ભેટ આપીને સૌ કોઈ માટે આશરો કર્યો હતો. જીણા બાવા મઢી હેઠળ જૂનાગઢનાં ધારાગઢ દરવાજા પાસે ત્રિવેણી નદી કાંઠે સિધ્ધનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ ધર્મ ધ્યાન પુણ્ય માટે જમીન પણ ભેટ આપી હતી.
બીજા પડાવ
માળવેલાની જગ્યા જયાં મહાકાલકા માતાજીનું સ્થાનક છે અને મહાભારત રામાયણ કાળમાં દેવર્ષી પરશુરામ જે ભગવાન નો અવતાર પણ કહેવાતા તેમનો આશ્રમ છે તેમ કહેવાતું અને પાંડવપુત્ર મનાતો અને અછુત ગણાતો મહાદાનેશ્વરી કર્ણ યુધ્ધ કળા, બાળ વિદ્યા શિખવા પરશુરામ પાસે આવ્યો તે પરશુરામ આશ્રમ ચોપાસ ઘેઘુર વનરાઈથી આજે માળવેલો કહેવાય છે.
ત્રીજા પડાવ
નળ પાણી તરીકે ગણાતા પરિક્રમા માર્ગે મહા ભારતનાં બાણાવણી, ધનુષધારી પાંડવપુત્ર અર્જુન સાથે સ્નેહ ગાંઠે બંધાયેલી ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રાનાં લગ્ન અર્જુન સાથે થતાં ભાઈએ જવતલ હોમવાનાં હોય કૃષ્ણ ભગવાને જવતલ હોમ્યા હતા. સુભદ્રા અર્જુનને શુભે ચ્છાઓ પાઠવી હોવાનાં પુરાવા સ્વરૂપ આ વન વિસ્તાર નળ પાણી વિસ્તાર કહેવાય છે.
ચોથો પડાવ
બોરદેવી વિસ્તાર ઓળખાય છે તે વૈષ્ણો દેવી સમા બોરદેવીનું મંદિર છે જયાં પ્રકૃતિનાં ખોળે કલરવ અને સિંહની ડણક થતુ કુદરતી નઝારાને ઉજાગર કરતો વિસ્તાર છે જે હવે તો લોકો નૈર્સગીક વાતાવરણ મહંદઅંશે ખુલ્લુ વાતાવરણ લોકો માણતા થયા છે.
ગરવા ગિરનાર પર્વતની આ લીલી પરિક્રમા કારતક સુદ અગ્યારસથી ભવનાથ જીણા બાવાની મઢી, માળવેલા, બોરદેવી અને સંલગ્ન મંદિરો, આશ્રમો, ગુફાઓની અવર-જવર પદયાત્રામાં ખભે અને માથે ઉંચકી શ્રધ્ધાળુઓ લોટ, શાકભાજી, ખીચડી જેવી કાચી સામગ્રીઓ જયારે રાંધતા ત્યારે ધર્માદાનું ખવાઈ નહીં તેવી દ્રઢતા પ્રત્યેક શ્રદ્ધાળુઓમાં હતી પણ આજે ભજન, ભકિત, ભોજનનાં ત્રિવેણી સંગમમાં શ્રધ્ધાળુઓ સાથે વન ભ્રમણ માટે જાશ જુસ્સા સાથે આબાલ વૃધ્ધ સૌ કોઈ અવર-જવર કરતા થતાં દાયકાઓથી સર્વત્ર અન્ન ક્ષેત્રોમાં ભરપેટ ભોજન લેવાનું કોઈ ચુકતુ નથી અને ધર્માદાનું ખવાઈ નહીં તે વાત સૌ કોઈ ભુલી ગયા છે. આગામી તા.૧૯મી નવેમ્બરથી લીલી પરિક્રમા વિધીવત શરૂ થશે અને પાંચ દિવસ રાત વન વિસ્તારો ખુંદશે અને સાંજના ભજન, ભકિત અને ભોજન સાથે પારિવારિક જુથો, પડોશી કે ગ્રામજનો સૌ કોઈ હળી મળી એક બીજા પર્યાય બની ઓતપ્રોત થઈ સંગઠન ધર્મ શકિત અને સંઘ દર્શન સાથે પ્રાકૃતિનો સાક્ષાત્કાર માટેની તપશ્ચર્યા એટલે જ ગરવા ગિરનાર પર્વતની પરિક્રમા જેમાં સાહસ, સૌદર્ય અને રોમાંચ શ્રધ્ધાળુઓ, પ્રવાસીઓ, યાત્રાળુઓ અનુભવશે. વિધીવત લીલી પરિક્રમા પુર્વે જ સરકાર અને સ્વયં સેવા ભાવી સંસ્થા અને સ્વયં સેવકો આજથી જ પરિક્રમા માર્ગે વિવિધ આયોજન માટે આગવી ગોઠવણો કરી રહ્યા છે.

Leave A Reply