નેપાળ ઈન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં જૂનાગઢનાં બે ખેલાડીઓએ ચાર મેડલ મેળવ્યા

૧પ-૧૬ નવેમ્બર ર૦૧૮ના રોજ ટીકાપુર સીટી કોમ્પ્યુનિટી હોલ, કૈલાલી ડિસ્ટ્રીકટ નેપાળ ખાતે નેપાળ ઈન્ડીયા ગુડવીલ કારાટે ચેમ્પીયનશીપ-ર૦૧૮નું આયોજન વાડોકાઈ કરાટે ડો એકેડેમી ઈન્ડીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિભા એકેડેમી જૂનાગઢ સેન્ટરના બે સ્પર્ધકો હરદેવ એમ. ટાંક ૧ ગોલ્ડ અને બ્રોન્સ તેમજ હિરેન ડિ.ખુંટીએ ર ગોલ્ડ મેડલ મેળવી જીલ્લાને ગૌરવ અપાવેલ છે. હરીફ ટીમના વધારે સંખ્યામાં ખેલાડીઓ હોવા છતાં ભારતના ૮ર સ્પર્ધકોઅ અલગ અલગ કેટેગરીમાં ૩૩ ગોલ્ડ, ૪૧ સિલ્વર અને પ૪ બ્રોન્સ મેડલ મેળવી વિજેતા ટીમની ટ્રોફી હાસલ કરી છે. આ અભુતપૂર્વ સિધ્ધી માટે ભારતના ટેકનીકલ ડાયરેકટર ૭ ડિગ્રી બ્લેક બેલ્ટ અરવિંદ રાણા પ્રતિભા એકેડેમી ગુજરાતના ડાયરેકટર ગૌરાંગ રાણા તેમજ રાજશાખા રાયફલ કલબ જૂનાગઢના કરોટે કોચ સંજય મકવાણા એ ટીમને અભિનંદન પાઠવ્યા હોવાનું જૂનાગઢ ડીસ્ટ્રીકટ ડાયરેકટર હિરેન ખુંટીની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply