શેઠ સગાળશા ચેલૈયા જગ્યાની શિક્ષણ રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ લીધી મુલાકાત

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ નવાગામ બિલખા ખાતે દેવદિવાળીનાં નવલાપર્વે ચેલૈયાધામ ખાતે ભગવાન નારાયણનાં દર્શન કરી શેઠ શગાળશા અને રાણી ચંગાવતીનાં તપોભુમિમાં ચાલતા સદાવ્રતની મુલાકાત લીધી હતી. આ તકે જગ્યાનાં મહંત રામરૂપ દાસજીએ મંત્રીશ્રીને ચેલૈયાધામની ઐતિહાસીક બાબતોની જાણકારી આપી યાત્રીકો માટે દિવસભર ચાલતા અન્નક્ષેત્રની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવી કાઠીયાવાઠી કહેવતને સોરઠી પરગણે સાર્થક કરતી ચેલૈયાધામની જાણકારી આપી હતી. મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી શેઠશગાળશાની પાવન તપોભુમિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave A Reply