મધ્યરાત્રીના હરહર મહાદેવ હર નાદ સાથે પરીક્રમાનો વિધીવત પ્રારંભ

જૂનાગઢની ભવનાથ-ગિરનાર પર્વતની પાવન ભૂમિમાં કારતક સુદ અગીયારસની મધ્યરાત્રીના ૧ર વાગ્યે લીલી પરીક્રમાનો વિધીવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈન્દ્રભારતી બાપુના ગેઈટ પાસે ગત રાત્રીના પરીક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, ગોદડ અખાડાના વૈધ્યનાથજી તેમજ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર પ્રકાશ સોલંકી, આસી. કમિશ્નર એમ.કે. નંદાણીયા, મેયર આદ્યાશÂક્ત મજમુદાર, ડે.મેયર ગિરીશ કોટેચા, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખશીયા, મોહન પરમાર, શાસક પક્ષના નેતા પુનીત શર્મા, જ્યોતિબેન વાછાણી સહિતના અનેક મહાનુભાવોની ઉપÂસ્થતી રહી હતી. સૌપ્રથમ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. બાદમાં દિપપ્રાગ્ટય કરવામાં આવ્યું હતું. બાદમાં રિબીન કાપી, શ્રીફળ વધારી હરહર મહાદેવ હર અને જય ગિરનારીના નાદ સાથે પરીક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે બેન્ડ પાર્ટીસ દ્વારા સંગીતની સુરાવલી રજુ કરવામાં આવી હતી.

Leave A Reply