જૂનાગઢમાં સમગ્ર ગુજરાતના સર્જનોની યોજાશે કોન્ફરન્સ

ઐતિહાસીક જૂનાગઢ શહેરમાં જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે આગામી તા.૧૪, ૧પ અને ૧૬ ડિસેમ્બર ર૦૧૮ ના રોજ ગુજસર્જકોન-ર૦૧૮ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી નામાંકીત સર્જનો ઉપÂસ્થત રહેશે અને વિચાર-વિમર્સ અને નવી શોધો, ટેકનીક અંગેની માહિતીની આપ-લે કરશે તેમજ સર્જરી પણ દર્દી ઉપર કરવામાં આવનાર છે. જે અંગેની માહિતી આપવા માટે ગઈકાલે જૂનાગઢના નામાંકીત સર્જન અને ત્રીમૂર્તિ હોસ્પીટલના વડા ડો. ડી.પી. ચીખલીયા દ્વારા એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી જેમાં મેડીકલ ક્ષેત્રના વરીષ્ઠ ડોકટરો, સર્જનો, પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. જૂનાગઢ ખાતે સૌપ્રથમવાર સર્જનોની કોન્ફરન્સ યોજવાનું શ્રેર્ય તેવોને જાય છે તેવા ડી.પી. ચીખલીયાએ સર્જનોની કોન્ફરન્સ અંગે વિસ્તૃત વિગતો આપેલ હતી.

Leave A Reply