જૂનાગઢનાં આંગણે શહેરી ગેસ વિતરણ પ્રોજેકટનું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની ઉપÂસ્થતિમાં કરાયું ખાતમુર્હુત

જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં શહેરી ગેસ વિતરણ પ્રોજેકટનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપÂસ્થતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતના આઠ સહિત સમગ્ર દેશમાં ૬૫ શહેરોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હી ખાતેથી આ પ્રોજેકટની આધારશિલા રાખી હતી. વીડીયોલીંકથી આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉપસ્થિત રહીને પ્રોજેકટનો શુભારંભ કરાવ્યો હતો. જૂનાગઢ કૃષિ યુનિ.ના સરદાર પટેલ સભાગૃહમાં ટોરેન્ટ ગેસ અને પેટ્રોલિયમ વિભાગ આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત કુદરતી ગેસના વપરાશમાં વૈશ્વિક કક્ષાએ હરિફાઇ કરી રહયું છે. સમગ્ર દેશમાં ગેસની ખપત ૬ ટકા છે જયારે ગુજરાતમાં ૨૬ ટકા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં શહેરી ગેસ વિતરણની વિકાસલક્ષી કામગીરી આગળ ધપાવી છે ત્યારે ગુજરાતમાં પણ ૧૦મા તબક્કાની કામગીરીનો પ્રારંભ કરવમાં આવ્યો છે. ગુજરાત ગેસ વિતરણ અને વપરાશ વધારી પ્રદૂષણ મુકત ભારત અભિયાનમાં આગેવાની લેશે.
રાજય સરકારની વિકાસની રાજનીતિથી આવેલા ફળદાયી પરિણામોનો ઉલ્લેખ કરીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહયું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થધામ છે. ગિરનાર વિસ્તારમાં પ્રવાસન અંગેના પ્રોજેકટ હાલ ચાલુ છે. વિકાસયાત્રા આગળ ધપતા શહેર જિલ્લામાં ડોમેસ્ટીક અને ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેસ પણ પાઇપલાઇન મારફતે વિતરણ થશે. વાહનોમાં સીએનજી વપરાશ વધશે. જૂનાગઢ શહેર જિલ્લામાં ૪૫ સીએનજી સ્ટેશન શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકા, રાજય સરકાર અને ટોરેન્ટ ગેસ સંયુકત મળીને આ પ્રોજેકટ વહેલાસર પુર્ણ કરશે તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. આ પ્રસંગે મેયર આદ્યશકિતબેન મજમુદાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા,ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ તેમજ ટોરેન્ટ ગેસના વરૂણ મહેતા સહિતના આમંત્રીતો તથા આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા.

Leave A Reply