જૂનાગઢમાં મીનીકુંભ મેળા માટે તૈયારી, વિકાસ કામો મંજુર કરાયા

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની એક મહત્વની બેઠક સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેષભાઈ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી તેમાં વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી આ ઉપરાંત આગામી માર્ચ મહિનામા યોજાનાર શિવરાત્રી મેળાને રાજ્ય સરકારે મીનીકુંભ મેળો જાહેર કર્યો છે તેના અનુલક્ષીને વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા. કુલ મળીને રૂ.૬,૩૬ કરોડના ૭ કામોને મંજુર કરવાનું જાણવા મળેલ છે.

Leave A Reply