Tuesday, July 16

જો પરેજી ન રાખવામાં આવે તો બેરીયાટીક સર્જરી પછી પણ વજન વધી શકે છે.

જૂનાગઢ ખાતે જીએમઈઆરએસ હોસ્પીટલ ખાતે ગુજરાત સર્જન કોન્ફરન્સનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગઈકાલે પ્રથમ દિવસે ટોચના બેરીયાટીક સર્જન ડો. મુજફફર લાકડાવાળા સહિતના સર્જનોએ દર્દીઓ ઉપર સર્જરી કરી હતી. ગઈકાલે બપોરના એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી જેમાં વિખ્યા સર્જન ડો. લાકડાવાળાએ જણાવ્યું હતું કે, જો પરેજી ન રાખવામાં આવે તો બેરીયાટીક સર્જરી પછી પણ વજન વધી શકે છે. આ તકે એસોશીએશન ઓફ સર્જનનાં ગુજરાત ચેપ્ટરના વડા ડો. ડી.પી. ચીખલીયાએ આ કાર્યક્રમને પોતાના જીવનનું એક અમૂલ્ય સ્વપ્ન ગણાવ્યું હતું અને એક વર્ષની મહેનત લેખે લાગી તેમ જણાવ્યું હતું. આ તકે મેડીકલ કોલેજના ડીન અને તબીબો ઉપÂસ્થત રહ્યા હતા.

Leave A Reply