Saturday, October 19

જૂનાગઢની વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં ‘ઉત્કર્ષ’ વાર્ષિકોત્સવ – ૨૦૧૮ની ઉજવણી

જુનાગઢ સ્થિત ઝાંઝરડા રોડ ખાતે આવેલ જૂનાગઢની નામાંકિત વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ તથા પુલકિત ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૨૩ ડિસેમ્બરના રોજ “ઉત્કર્ષ” વાર્ષિકોત્સવની ઉજવણી યમુનાવાડી ખાતે કરવામાં આવેલ હતી. તેમાં અંદાજે ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા થીમ, ડાન્સ, સેલ્ફ ડિફેન્સ, વક્તવ્ય વગેરે જેવા પ્રોગ્રામો રજૂ કરેલ હતા. શ્રી ગીજુભાઇ ભરાડ સાહેબ, બલદેવપરી સાહેબ તેમજ જૂનાગઢના મેયરશ્રી શ્રીમતી આદ્યાશક્તિબેન મજમુદાર જેવા મહાનુભાવોએ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીશ્રી જે.કે.ભોજક સાહેબ, શ્રી બી.કે.સિસોદિયા સાહેબ, ડાયરેક્ટર શ્રી ડા. કુલદિપસિંહ સિસોદિયા સાહેબ, શાળાના પ્રિન્સીપાલશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.તેમજ વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ કન્યા કેળવળીને પ્રાધાન્ય આપે છે તેથી અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમમાં દીકરીઓની ફીમાં ૫૦ ટકા સ્કોલરશીપ રૂપ માફી આપવામાં આવે છે.

Leave A Reply