જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા ડિ-ફોલ્ટ કેસ નિકાલ ઝુંબેશ હાથ ધરાઈ

જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા તા.૩૧/૧ર/ર૦૧૮ના રોજ ડી-ફોલ્ટ કેસ નિકાલ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી. નિગમ દ્વારા કર્મચારીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવી કર્મચારી નિષ્ઠા પૂર્વક ફરજ અદા કરવા પ્રેરાય તેવા શુભ આશયથી સામાન્ય પ્રકાશની અનિયમિતતાના ડિ-ફોલ્ટ કેસનો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ વિભાગના શ્રી વાળા, ડી.ટી.ઓ. શ્રી ખાંભલા, ડી.ડબલ્યુ. શ્રી જાડેજા તેમજ ડેપો મેનેજર શ્રી ડાંગર તેમજ કર્મચારી મંડળના જી.એસ. દિલીપભાઈ રવૈયા, બી.એમ.એસ. પ્રમુખ હરપાલસિંહ જાડેજા, મજુર મહાજન પ્રમુખ પ્રફુલભાઈ સોલંકી તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપÂસ્થત રહેલ હતા.

Leave A Reply