જૂનાગઢ જીલ્લામાં ચાઇનીઝ તુકકલ અને માંઝાનાં વેંચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ

તાજેતરમાં છેલ્લા કેટલાક સમયથી ઉતરાણ અન્ય તહેવારો વખતે સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ) ખુબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તેમજ ચાઇનીજ માંઝા પ્લાસ્ટીક દોરીનો પણ ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને તુક્કલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે.તેમજ સળગતી તુકકલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને ઘણું જ નુકશાન થાય છે. તેમજ ચાઇનીઝ માઝા, પ્લાસ્ટીક દોરી નાયલોન અથવા અન્ય સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના ઉપયોગથી પશુ પંખી તેમજ પર્યાવરણને નુકશાન થાય છે. આ બાબત નિવારવા માટે સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ)ના તેમજ ચાઇનીજ માંઝા/પ્લાસ્ટીક દોરી/નાયલોન અથવા અન્ય સિન્થેટીક માંઝા,સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના ખરીદ સંગ્રહ વેંચાણ અને ઉપયોગ ઉપર સીઆરપીસીની કલમ -૧૪૪ હેઠળ હંગામી પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડવા રાજય સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૧-૧૨-૨૦૧૭ના પત્રથી સુચના થઇ આવતા જૂનાગઢ જિલ્લા અધિક કલેકટર શ્રી ડી..કે.બારીઆએ જૂનાગઢ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં સ્કાય લેન્ટર્ન ચાઇનીઝ તુકકલ તેમજ ચાઇનીઝ માંઝા પ્લાસ્ટીક દોરી નાયલોન અથવા અન્ય સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના ખરીદ,સંગ્રહ અને વેંચાણ અને ઉપયોગ ઉપર સંપુર્ણપણે પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ હુકમ જિલ્લામાં તા.૩૧-૦૧-૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

Leave A Reply