સ્પે.ખેલ મહાકુંભ ર૦૧૮ અંતર્ગત રાજય કક્ષાએ દિવ્યાંગ ખેલાડીઓએ મેળવ્યા ૧૮ મેડલો

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જીલ્લા રમત-ગમત વિભાગ જૂનાગઢ અને સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સંસ્થા ખાતે સ્પે.ખેલ મહાકુંભ ર૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ દિવ્યાંગ ખેલાડીઓ રાજય કક્ષાની રમત માટે મોકલવામાં આવે છે જેમાં આ વર્ષે શારિરીક દિવ્યાંગો કુલ ૧૦૪ અને માનસિક દિવ્યાંગો કુલ ૮પ રાજય કક્ષાની રમત માટે મોકલવામાં આવ્યા હતા. રાજય કક્ષાની રમતમાં જૂનાગઢ જીલ્લાના ૬ શારિરીક દિવ્યાંગોએ અલગ અલગ રમતમાં ૬ મેડલો જીત્યા હતા જેમાં ૩ ગોલ્ડ મેડલો સામેલ છે તેમજ માનસિક ક્ષતિવાળા દિવ્યાંગોએ કુલ ૧ર મેડલો જીત્યા હતા.
આમ કુલ ૧૮ મેડલો જીતી જૂનાગઢ જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ રમત ગમતમાં ભાગ લેનાર તમામ દિવ્યાંગ ખેલાડીઓને સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જૂનાગઢ તથા રમત-ગમત અધિકારીશ્રી જૂનાગઢ દ્વારા પૂરતો સહયોગ આપી જીલ્લાનું નામ રેશન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.

Leave A Reply