જૂનાગઢનાં છાંયા બજાર વિસ્તારમાં આવેલાં જર્જરીત મકાનને ઉતરાવી લેવા મનપામાં રજુઆત

જૂનાગઢનાં છાંયા બજાર વિસ્તારમાં આવેલ અવાસીયા શેરીમાં આશર લક્ષ્મીદાસ કાળીદાસનું મકાન જે અંદાજીત ૧પ૦ વર્ષ જુનું હોય તથા આ મકાન હાલત ખાલી હોય અને અત્યંત જર્જરીત હાલતમાં હોય જેથી કોઈ ર્દુઘટના બને તે પહેલાં જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રને આ વિસ્તારનાં રહેવાસીઓએ અવારનવાર રજુઆત કરી અને લેખીત ફરીયાદો પણ કરી છે અને તાત્કાલિક આ અંગે ઘટતા પગલાં ભરવા જણાવાયું છે પરંતુ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી આ મકાનની બરાબર સામે હવેલી આવેલી છે તેમજ એક સ્કુલનાં બાળકો પણ ત્યાંથી અવર-જવર કરતાં હોય તેવા સંજાગોમાં કોઈ અકસ્માત કે ર્દુઘટના બને તો તેની જવાબદારી કોની ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. જેથી સાવચેતીનાં પગલાં રૂપે તાત્કાલિક અસરથી આ જર્જરીત મકાન અંગે મનપા તંત્ર પગલાં ભરે તેવી માંગણી આ વિસ્તારનાં લોકોની છે.

Leave A Reply