કેશોદ બીઆરસી ભવનમાં બ્રેઈલ ડેની ઉજવણી કરાઈ

કેશોદ બીઆરસી ભવનમાં બ્રેઈલ ડેની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. કેશોદ શહેર તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ રમતગમત ક્ષેત્રમાં ઉર્તિણ થઈ શહેર તાલુકાને ગૌરવ અપાવ્યું હતું. એમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના અને પિયાનો ઉપર દ્રષ્ટિહીન બાળાએ પ્રાર્થના સંગીત સાથે રજૂ કરી હતી. દિપપ્રાગ્ટય મંચસ્થ મહાનુભાવો જૂનાગઢ જિલ્લા કો-ઓડીનેટર પંડયા, કેશોદ બીઆરસી ભવનના શ્રી ગલ, કેશોદ મોબાઈલ એસોસીએશનના પ્રમુખ રાજુભાઈ બોદર અને કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને દિવ્યાંગ બાળકોએ બનાવેલી કૃતિઓથી કરવામાં આવ્યું હતું. કેશોદ શહેર તાલુકાના રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઉર્તિણ થનાર તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને ટ્રોફી દાતાઓ ચોચાભાઈ, કેશોદ પ્રેસકલબના ઉપપ્રમુખ ગોવિંદભાઈ હડીયા, સી.કે.પરમારના હસ્તે આપવામાં આવ્યા હતાં. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડયાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળેલી સફળતાના ખરાં ભાગીદાર શાળાના શિક્ષકો અને પરિવારજનોને ગણાવી અભિનંદન આપ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી ભવનના શિક્ષક હડિયાએ સુંદર શૈલીમાં કર્યું હતું.

Leave A Reply