મહા શિવરાત્રીના શિવ કુંભમેળાનું ગરીમાપુર્ણ અને વિશિષ્ટ રીતે આયોજન કરાશે

જૂનાગઢ ખાતે ગિરનાર વિકાસ મંડળ અને મહાશિવરાત્રીના શિવકુંભ મેળાના આયોજનને આખરી ઓપ આપવા આજે પ્રવાસન રાજય મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ સ્થાનિક પદાધિકારીઓ, સંતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી જાહેરાત કરી હતી કે જૂનાગઢનો આ મેળો રાજયની ઓળખ બને તે રીતે તેનું ગરીમાપુર્ણ, સનાતન અને સામાજિક સમરસતાની સંસ્કૃતિને ઉજાગર કરીને વિશિષ્ટ રીતે ઉજવવાનું રાજય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ, મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રનું સંયુકત આયોજન છે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સામાજિક સમસરતાના અભિગમના સંદર્ભમાં મંત્રીશ્રીએ કહયું કે સંતો મહંતો, મંડળો, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરી આ મેળામાં લોકોની સહભાગીતા સાથે વિશિષ્ટ અને અનેરૂ આયોજન કરાશે. કુંભમેળામાં જોવા મળતી સુવિધા અને ઇવેન્ટનો અભ્યાસ અને સુચન ધ્યાનમાં લઇને જૂનાગઢના મેળામાં શું શું કરી શકાય તે માટે મંત્રીશ્રીએ દરેક મુદે સ્થાનિક આગેવાનો અને સંતોના અભિપ્રાય સુચનો લઇ રાજય સરકાર આ મેળા માટે વિશીષ્ટ અને ગરીમા પુર્ણ આયોજન કરવા પ્રતીબધ્ધ છે તેમ જણાવ્યુ હતુ.

Leave A Reply