ભવનાથ ખાતે યોજાનાર મીનીકુંભ મેળા માટે વિશેષ સુવિધા ઉભી કરવા માંગણી

આગામી શિવરાત્રીનો મેળો એટલે કે સરકારે જેને મીનીકુંભ મેળો જાહેર કરેલ છે અને દર વર્ષે ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં મેળો સતત પાંચ દિવસ સુધી યોજવામાં આવે છે. આ મેળામાં સંતો અને ભાવિકો ઉમટી પડે તો બીજીતરફ જેઓને ફકત સેવાજ કરવી છે એવા સેવાભાવીઓ પણ સેવાની જાણે પરબ છે. અને લોકોને ભજન અને ભોજન સાથે શિવમય બનાવે છે. એકતરફ બમભોલે જયભોલેના નારા ગુંજે છે તો બીજીતરફ હરીહરનો સાદ અને સંતવાણીના કાર્યક્રમો પણ થતા રહે છે. એવો શિવરાત્રીનો મેળો ચાલુ વર્ષે મીનીકુંભ મેળા તરીકે ઉજવવામાં આવશે. જે અંગેની તૈયારીના ભાગરૂપે બેઠકોનો દોર સતત ચાલી રહયો છે. શિવરાત્રીના મેળાને મીનીકુંભ મેળો બનાવવાની સંતો અને ભાવિકોની લાગણીનો સ્વીકાર થયા બાદ ગત વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિવરાત્રી મેળાની મીનીકુંભ મેળો જાહેર કરતા તેને હર્ષભેર વધાવી લેવામાં આવેલ છે. આગામી શિવરાત્રીનો મેળો કે જે મીનીકુંભ મેળા તરીકે ઉજવવામાં આવનાર છે. ત્યારે આ મેળામાં કોઈપણ જાતની ઉણપ રહેવા ન પામે તે માટે સરકાર તેમજ જીલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગના પ્રયાસો છે. દરમ્યાન જૂનાગઢ ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના મેમ્બર પ્રદિપ ખીમાણીએ ગુજરાત સરકારમાં યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી વિભાવરીબેન દવેને એક વિસ્તૃત પત્ર પાઠવી કુલ ર૬ જેટલા ઉપયોગી સુચનો કરી આ અંગે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.

Leave A Reply