જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

જૂનાગઢ ખાતે પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સત્યમ સેવા યુવક મંડળના સંયુકત ઉપક્રમે બ્રેઈન લીપીના સોધક અને વિશ્વને બ્રેઈલ લીપીની મહાન ભેટ આપનાર વિશ્વ વિભુતી બ્રેઈલની જન્મ જયંતિ અંતર્ગત જૂનાગઢ જવાહર રોડ ખાતે આવેલ સારસ્વત બ્રાહ્મણની વાડીમાં તા.૬/૧/ર૦૧૯ના રોજ અંધ માટેની સાડી પરીધાન સ્પર્ધા, લોકગીત સ્પર્ધા, જનરલ નોલેજ સ્પર્ધા, શા†ીય સંગીત અને વકૃતત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાતભરની ૧૦૩ જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો. આ સમારંભનું ઉદ્‌ઘાટન જૂનાગઢ પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી તથા ઉદ્યોગપતિ શ્રીમતી પ્રવિણાબેન ગીરીશભાઈ ચોકસીએ કર્યું હતું. આ સ્પર્ધાની અંદર, અમદાવાદ, રાણીપ, રાજકોટ, વલસાડ, દાહોદ, ચાપરડા, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ઈડર, સહીતના ગામોમાંથી અંધબાળાઓએ ભાગ લીધો હતો. જૂનાગઢના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીએ જણાવેલ કે, બ્રેઈલ લીપીની મહાનભેટ આપનાર લુઈ બ્રેઈલ વિશ્વ વિભુતીના સદગુણો અને આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ શીખ આપેલ હતી. આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ લયબધ્ધ રીતે વિવિધ સ્ટેપમાં કોઈપણ ભુલ વગર કાર્યક્રમો રજૂ કર્યા હતા તેમજ જેમાં સાડી સ્પર્ધામાં રાજકોટની દક્ષાબેન પાઠક અને ઈડરની વૈભવી પરમાર વકૃત્વ સ્પર્ધામાં રાણીપની નીમીષાબેન ગોંડલીયા, જૂનાગઢની મનીષાબેન ગોહેલ, જનરલ નોલેજમાં અમદાવાદની રાવલ ભાગ્યલક્ષ્મી, શા†ીયસંગીતમાં માળીયાની ભાલોડીયા મોનીકા અને લોક સંગીતમાં જૂનાગઢની સલમાં પલેજા વિજેતા થયા હતા જેમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાષી, મેયર આદ્યશકિતબેન મજમુદાર, દામજીભાઈ પરમાર, ગોંડલ એશીયાટીક એન્જીનીયર કોલેજના સંચાલક ગોપાભાઈ ભુવા, રાજુભાઈ થાનકી, અમુદાનભાઈ ગઢવી, હરસુખભાઈ વઘાસીયા, મધુરમ એજયુ.ચેરી.ટ્રસ્ટના જયંતીભાઈ વઘાસીયા, નયનાબેન વઘાસીયા વગેરે મહાનુભાવોએ હાજરી આપેલ હતી. પ્રજ્ઞાચક્ષુ વનીતાબેન જાષીએ જણાવેલ કે, ઈડરથી આવું છું અને અહીયા અંધ બાળાઓ માટે આ વિવિધ સ્પર્ધાઓનું દર વર્ષે આયોજન કરવા બદલ અંધ કન્યા છાત્રાલય, સત્યમ સેવા યુવક મંડળ તેમજ દાતાઓએ અપેલ તન, મન, ધનથી સહકાર સેવાભાવીનો ખુબ ખુબ આભાર માનું છું અમે પણ સુંદરતાના ચાહક છીએ. ભલે અમે જાઈ નથી શકતા પરંતુ અનુભવી જરૂર શકીએ છીએ તેમણે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ અને આવા કાર્યક્રમના આયોજન બદલ ધન્યવાદ આપેલ હતા. આ તકે ચંદ્રકાંતભાઈ જાષી, નાગભાઈ વાળા, જયશ્રીબેન સંઘવી, ભરતભાઈ વ્યાસ, નરસિંહભાઈ વાઘેલા, યાકુબભાઈ મેમણ, ડો.પાર્થ ગણાત્રા, વિજયાબેન લોઢીયા, ગીતાબેન મહેતા, પ્રતિભાબેન પુરોહીત, રજનીબેન પુરોહીત વિણાબેન પંડયા, વર્ષાબેન બોરીચાંગર હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેને.ટ્રસ્ટી સી.જે. ડાંગર, મનસુખ વાજા, અરવિંદભાઈ મારડીયા, બટુકબાપુ, સંતોષબેન મુદ્રા, નિરૂબેન કાંબલીયા, શાંતાબેન બેસ, કિરણબેન ડાંગરે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માટે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી વિનામૂલ્યે આપવામાં આવી હતી.

Leave A Reply