શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ જૂનાગઢ દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ, જૂનાગઢ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિમાં શિરોમાન્ય જેમનું સ્થાન છે તેવા માતા, પિતા તેમના પૂજન, અર્ચનનો માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તા. ૬-૧-ર૦૧૯ ના રોજ ગુરૂકુળ જ્ઞાનબાગમાં શહેરમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં જ્ઞાનબાગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વર્તમાન સમયને અનુરૂપ ‘આજ સુધારે આવતીકાલ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજુ કરાયું હતું. આજના મોજ શોખ, સોશ્યલ મીડીયા અને ફેશનના સમયમાં લોકોનું પૂજન, અર્ચન, શુભેચ્છા પણ ડીજીટલ બની ગયેલ છે ત્યારે જ્ઞાનબાગમાં એક વિશેષ અને અનોખો માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં પુરાણીશ્રી વિશ્વજીવનસ્વામીએ મંત્રોચ્ચારથી અને વૈવિધ્ય પૂજન સામગ્રી દ્વારા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓના માધ્યમથી માતા, પિતાનું પૂજન કરાવેલું જેમાં માતા પિતાના ચરણ સ્પર્શ કરી, પુષ્પ ચોખાથી પૂજન કરવા, દંડવત્‌ પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી અને દીપ પ્રાગટ્ય કરીને અંતમાં માતા, પિતાની આરતી ઉતરાવી હતી. વેદોકત શ્લોક ‘માતૃ દેવો ભવઃ અને પિતૃ દેવો ભવઃ’નો સાક્ષાત્કાર કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં અલગ અલગ વિષયો શા†ીશ્રી હરિનારાયણદાસજી સ્વામી અને સંસ્થાના સંચાલકશ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ સંબોધન કર્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમ પ્રીતમસ્વરૂમપદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે સંપન્ન થયો હતો અને છેલ્લે ૮૦૦ જેટલા વાલીઓએ શાકોત્સવનો લાભ લઈ ભોજન, પ્રસાદથી તૃપ્ત થયા હતા તેમ સંસ્થાના કેમ્પસ ડાયરેકટર આશિષ કાચાની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply