જૂનાગઢ જીલ્લાકક્ષાનાં ગરીબ કલ્યાણ મેળામાં ૪૮૩૩ લાભાર્થીઓને રૂ.૨.૧૫ કરોડની રોજગારલક્ષી સાધન-સહાયનું વિતરણ કરાયું

રાજયના ગરીબ અને જરૂરીયાત વર્ગના લોકોને સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત લાભો હાથોહાથ વિતરણ કરવાના અભિયાન અંતર્ગત ૧૧મા તબકકાના ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ગઈકલે જૂનાગઢ ખાતે વિધાનસભાના દંડક શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લાભાર્થીઓને વિવિધ સાધનો અને સહાય હાથોહાથ વિતરીત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિ.ના સરદાર પટેલ સભાગૃહમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૪૮૩૩ લાભાર્થીઓને રૂ.૨.૧૫ કરોડના લાભો આપવામાં આવ્યા હતા. વિવિધ ૪૦ જેટલા સ્ટોલ ઉપરથી વિવિધ તાલુકાના લાભાર્થીઓને વિભાગવાઇઝ સાધનોનું વિતરણ જિલ્લા તંત્રના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મેયર શ્રી આધ્યશકિતબેન મજમુદાર, ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, આગેવાનો શ્રી ગીરીશભાઇ કોટેચા, શ્રી જયોતિબેન વાછાણી,શ્રી વંદનાબેન મકવાણા, શ્રી ગીતાબેન માલમ, કલેકટર ડો. સૌરભ પારધી,કૃષિ યુનિ.ના કુલપતિ ડો.પાઠક, મ્યુ. કમિશ્નર શ્રી પ્રકાશ સોલંકી, તાલીમી સનદી અધિકારી અધિકારી શ્રી ગંગાસિંહ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી બારૈયા તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ અને જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave A Reply